મોરબી : સીરામીક ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વધુ શરુ 600 વૃક્ષો વવાયા

- text


રાજ્યના ઘોરી માર્ગો પર કરાયેલા વૃક્ષારોપણથી આવનારા દિવસોમાં માર્ગોની બન્ને બાજુ હરિયાળી છવાશે

મોરબી : સીરામીક નગરી મોરબીનાં વિવિધ ઉદ્યોગકારો દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય કાર્યો થતા રહેતા હોય છે. મોટે ભાગે આવા કાર્યો “અપના હાથ જગન્નાથ”ના સૂત્રને સાર્થક કરતા થતા હોય છે. આ વર્ષે ઉનાળાના દનીયા બરોબરના તપ્યા હતા. મોરબી વાસીઓએ આ વર્ષે અકળાવનારી ગરમીનો અનુભવ કર્યો હતો. ત્યારે દરેક નગરવાસીઓને કોન્ક્રીટના જંગલો કરતા વૃક્ષોના જંગલની મહત્તા સમજાઈ હતી. જોકે લોકોમાં વૃક્ષોનું મહત્વ માત્ર સમજાય એ પૂરતું નથી. એ માટેના પરિણામલક્ષી પ્રયત્નો પણ કરવા પડે. આવા પ્રયત્નોના ભાગ રૂપે મોરબીના વિવિધ સીરામીક એકમોએ સ્વબળે પ્રયાસો આદર્યા છે.મોરબીના ડેલ્ફીના સીરામીક અને એક્ઝોટીકા સીરામીક નામના બે સીરામીક યુનિટોએ મોરબીને હરિયાળું બનાવવા સ્વખર્ચે શહેરની બહાર આવેલા ધોરી માર્ગો પર મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું છે. મોરબી શહેરને હરિયાળુ બનાવવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ અને ઔધોગિક એકમો અવિરત પ્રયાસ કરતા રહે છે. પણ મોરબી શહેરમાં પ્રવેશતા ધોરી માર્ગો ધણીધોરી વગરના ઉજ્જડ હોય એવું લાગી રહ્યું છે ત્યારે જ એક્ઝોટીકા સીરામીકના અશ્વિનભાઈ અમૃતિયા અને ફેક્ટરીના બીજા લોકો દ્વારા મોરબીના પીપળી ગામથી નેશનલ હાઇવે તરફ જવાના રસ્તા પર અંદાજે 1 કિલોમીટર વિસ્તારમાં 90થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું.
જ્યારે ડેલ્ફીના સીરામીક દ્વારા ઓરસન સીરામીક ઝોન, ભાભા સીરામીક પાસે, લખધીરપુર રોડ પર 500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આવનારા ચોમાસાને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ વૃક્ષારોપણના કારણે વૃક્ષો ઝડપથી ઉજરી જશે. જોકે વૃક્ષારોપણ કરનાર બન્ને ઉધોગગૃહોના પ્રતિનિધિઓએ વાવેલા વૃક્ષોની સંપૂર્ણ માવજત કરવાની ખાત્રી પણ ઉચ્ચારી છે.

- text

ઉલ્લેખનીય છે કે સીરામીક યુનિટો પાસે માનવબળ અને સાધનોની વિશાળ વ્યવસ્થા રહેલી હોય છે. જરૂરત માત્ર નિષ્ઠાની જ હોય છે. ત્યારે હજુ પણ મોટી સંખ્યામાં ઉધોગકારો આ દિશામાં પ્રયાસ કરે તો મોરબીને સાચા અર્થમાં ફરી પાછું સૌરાષ્ટ્રનું પેરિસ બનાવી શકાય.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text