હળવદના સિરોઇ ગામે કુવામાંથી પથ્થર બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી : હત્યાની શંકા

- text


 

હળવદ પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડીને બનાવની સઘન તપાસ હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના સિરોઇ ગામ પાસેના બ્રાહ્મણી-2 ડેમ વિસ્તારમાં આવેલ કુવામાંથી આજે એક યુવાનની પથ્થર બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી.હળવદ પોલીસે યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સિરોઇ ગામ પાસેના બ્રાહ્મણી ડેમ-2 વિસ્તારમાં આવેલા કૂવામાં એક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં ગામલોકો કુવા કાંઠે દોડી ગયા હતા.જેમાં યુવાનનો મૃતદેહ કૂવામાં તરતો દેખાતા આ બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી.આ બનાવને પગલે હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ગામલોકોની મદદથી કુવા દોરડા સાથે ખાટલો બાંધીને યુવાનની લાશ બહાર કાઢી હતી.જોકે યુવાનની લાશમાં દોરડાથી પથ્થર બાંધેલો હોવાથી આ બનાવ હત્યાનો હોવાની શંકા જાગી છે.હાલ પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.

- text