વાંકાનેરના વાલાસણમા ટપક સિંચાઈની નળીની ચોરીનો ભેદ ઉકેલાયો

- text


ચારેય આરોપીઓને કોર્ટે એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા

વાંકાનેર : વાંકાનેરના વાલાસણ ગામમાં ટપક સિંચાઈની નળીની ચોરી થઈ હોવાના કેસનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ નળીની ચોરી કરનાર ચાર શખ્સોને પોલીસે પકડી પાડીને કોર્ટમાં રજૂ કરી એક દિવસની રિમાન્ડ પર લીધા હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર તાલુકાના વલાસણ ગામના રહેવાસી રસોઈભાઈ નુરમામદ કડીવારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ કે વલાસણ ગામે આવેલ તેની વાડીમાંથી કોઇ અજાણ્યા શખ્સો રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી ટપક સિંચાઈ પદ્ધતિની નળીઓ ૧૧૦૦૦ મીટરના કુલ ૧૯ બંડલ કિંમત રૂપિયા ૭૦ હજારની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયેલ છે. જે અંગેની ફરિયાદ મળતા વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. એસ.એ. ગોહિલના માર્ગદર્શનમાં એએસઆઈ વશરામભાઈ આહીર, જગદીશભાઈ ગાલુ અને જીતેન્દ્રસિંહ ઝાલા ખાનગી રાહે તપાસ કરેલ જેમાં હકીકત મળતાં આરોપીઓ વેલજી ચૌહાણ રહે. પડધરી, ભરત હેમુભાઈ મકવાણા રહે. પડધરી, નરેશ મોહનભાઈ સોલંકી રહે. પડધરી તેમજ અરજણ દેવજી પરમાર રહે. આદિપુર (કચ્છ) વાળા ને ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડ અરજી આપતા એક દિવસના રિમાન્ડ મંજુર કરેલ જેમાં ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે.

- text

- text