ટંકારાના હડમતિયામાં ઉદ્યોગપતિ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ

- text


દાતાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા નિભાવી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની કુમાર-કન્યા પ્રા.શાળામાં ધો.1માં નવા પ્રવેશ લેતા બાળકોને દર વર્ષે દાતા હંસરાજભાઈ ગંગારામભાઈ વામજા (હસુશેઠ) સ્કૂલબેગ સેટ ભેટ રૂપે આપે છે. આ વર્ષે પણ તેઓએ શૈક્ષણિક કીટ બાળકોને ભેટમાં આપીને આ પરંપરા જાળવી રાખી હતી.

- text

ટંકારાના હડમતિયામાં કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 1માં નવો પ્રવેશ લેતા બાળકોને હંસરાજભાઇ વામજા છેલ્લા ૧૫ વર્ષથી સ્કૂલબેગ સેટ ભેટ સ્વરૂપે આપી બાળકોનો ઉમંગ વધારે છે. સાથે કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી સાક્ષરતા વધારનાર હંસરાજભાઈ ગંગારામભાઈનું દર વર્ષે રાષ્ટ્રીય પર્વના દિવસે શાળા પરિવાર તરફથી આ દાતાનું સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવે છે. આજે હંસરાજભાઈ વામજાએ જણાવ્યું કે અવસ્થાના કારણે હું નિવૃતમય જીવન ગાળવા જઈ રહ્યો છું, પણ મારી આ વર્ષોજુની પરંપરાને મારો પુત્ર ચંદ્રમૌલી જાળવી રાખશે તેવો કોલ આપી પોતે ભાવભિભોર બની ગયા હતા. આ તકે કન્યા તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય મનહરભાઈ ફુલતરીયા, કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા તેમજ એસ.એમ.સી ના અધ્યક્ષ જીતુભાઈ સુરાણી, પૂર્વ અધ્યક્ષ રમેશ ખાખરીયા તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text