મોરબીમા કોંગી અગ્રણીની પેઢી ઉપર જીએસટી વિભાગના દરોડા

- text


આલ્ફા કેમિકલ નામની પેઢી ઉપર સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ

મોરબી : મોરબીના કોંગી અગ્રણીની પેઢી આલ્ફાએ કેમિકલ ઉપર આજે સ્ટેટ જીએસટી વિભાગની ટીમે દરોડો પાડીને તપાસ હાથ ધરી છે. આ તપાસની હાલ વિગતો જાહેર કરાઈ નથી. વધુમાં સ્ટેટ જીએસટીની ટીમ વધુ એક વખત શહેરમા ત્રાટકતા વેપારીઓમા ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી કોંગ્રેસ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી જયેશ કાલરીયાની સીરામીક પ્લાઝા પાસે કોમ્પ્લેક્ષમાં આવેલી આલ્ફા કેમિકલ નામની પેઢી ઉપર સ્ટેટ જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે. આ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

- text

હાલ સુધીમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી નથી. જો કે જીએસટી વિભાગના ફરી વધુ એક દરોડાથી શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે જયેશ કાલરીયાને 2018માં પ્રદશેના મંત્રી બનાવાયા હતા.

- text