મોરબીમાં ટ્રકની હડફેટે બાઇક પાછળ બેઠેલા વૃદ્ધાનું મોત

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આજે બપોરના સમયે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક પાછળ બેઠેલા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક વિશ્વનાથ વે બ્રિજ પાસે આજે બપોરના સમયે પસાર થઈ રહેલા ડબલ સવાર બાઇકને પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે જોરદાર ટકકર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા ચંપાબેન હીરાભાઈ વરમોરા ઉ.વ.65 રહે સરાને ગંભીર ઇજા થવાથી આ વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.બાદમાં વૃદ્ધાની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને ફરિયાદ નોંધાવની તજવીજ હાથ ધરી છે.

 

- text