માળીયા (મી.) : ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી ઘર પર હુમલો કરનાર 3 આરોપી ઝડપાયા

માળીયા (મી.) : માળીયા સીટીમાં રહેતી મહિલાએ અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી મહિલાના ઘર પર હુમલો કરી પિતાને મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીને માળીયા પોલિસે ઝડપી પાડ્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા સીટીમાં ખોજા જમાતખાના પાછળ રહેતી મીનાજબેન શાહબુદ્દીન ગોવાણી ખોજા ઉ.વ.43 એ માળીયા સીટી પો.સ્ટેમાં ફરિયાદ નોંધાવી હતી કે અગાઉની ફરિયાદના આધારે જેલ હવાલે રહેલા ફારૂક દિલાવર જેડા જેલમાંથી પેરોલ પર છૂટતા જ એના અન્ય બે સાગરીતો સાથે મળીને પોતાના ઘેર આવી ફળિયામાં પડેલી ત્રિકમ વડે સીંટેક્સની પાણીની ટાંકી તેમજ ઘરના દરવાજામાં ઘા મારી તોડી નાંખી અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેજે નહિતર તારા બાપને મારી નાંખશું કહી હુમલો કર્યો હતો. આ બાબતે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફારૂક દિલાવર જેડા, વલુ સાઉદ્દીન જેડા તથા ઇમરાન કરીમ જામ રહે.ત્રણેય માળીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne