મોરબીના રોહિદાસપરામાં જમીનના ઝઘડા મામલે પરિવાર પર હુમલો : 3ને ઇજા

- text


ધૂળકોટના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના વિસીપરામાં આવેલા રોહિદાસપરામાં રહેતા પરિવારના ત્રણ સભ્યો પર જમીનની માથાકૂટનો ખાર રાખી ધૂળકોટના પરિવારના પાંચ શખ્સોએ ધોકા પાઇપથી હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરા મેઈન રોડ ઉપર રહેતા ભરતભાઇ નાનજીભાઈ મકવાણા ઉ.વ.37 નામના યુવાને ધૂળકોટ રહેતા દેવજીભાઈ ડાયાભાઈ વાઘેલા, લાલજીભાઈ દેવજીભાઈ વાઘેલા,પ્રભાબેન દેવજીભાઈ વાઘેલા, શૈલેષભાઇ દેવજીભાઈ વાઘેલા, કાળુંભાઈ દેવજીભાઈ વાઘેલા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે ગઈકાલે ઘરે હતા.તે સમયે આરોપીઓ તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા.ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જમીન મામલે માથાકૂટ ચાલતી હોય તેનો ખાર રાખી આરોપીઓ ફરિયાદી યુવાન તથા પરિવારના અન્ય સભ્યો પારુલબેન અને ભાનુંબેનને પાઇપ અને ધોકાથી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ હુમલામાં ત્રણેયને ઇજા પહોંચી હતી.બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text