આમ આદમી પાર્ટીએ મોરબી પાલિકાને નિર્ભર તંત્રનો એવોર્ડ એનાયત કર્યો

મોરબી : મોરબીમાં શેરીએ ગલીએ કચરાના ઉકરડાઓ માટે પાલિકા તંત્રને જવાબદાર ઠેરવીને આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ પાલિકાએ જઈને મોરબીને ગંદુ ગોબરૂ બનાવવાનો એવોર્ડ આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા ડ્રોપ એન્ડ કલેકશન સેન્ટરના રૂપમાં શહેરના દરેક માર્ગ અને શેરીના નાકા પર ઉકારડાઓ બનાવેલ છે. પ્રજાહિત માટે તે નાબૂદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાને વારંવાર જણાવેલ તેમ છતાં તે દિશામાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજરોજ તા.૨૬ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે મોરબી નગરપાલિકાને “નિંભર તંત્ર એવોર્ડ” એનાયત કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી નાં કાર્યકર્તાઓ કચરાના ગંજ પાસે જ એવોર્ડ લઇને ઉભા રહ્યાં હતાં અને સ્થાનિક લોકો પાસેથી કચરાના ગંજ બાબતે હસ્તાક્ષર પણ લેવામાં આવ્યાં હતાં. “મારુ મોરબી ઉકરડા મુક્ત મોરબી” અભિયાનને સહયોગ આપવા આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશ પરિયાએ જાહેર જનતાને પણ સાથ આપવા જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne