વાંકાનેર : ગારિયા ગામે મહિલાનું વિજશોક લગતા મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારિયા ગામે ગઈકાલે ખેતરમાં મજૂરીકામ કરતી એક મહિલાને વિજશોક લગતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની વાંકાનેર પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના ગારિયામાં યોગેન્દ્રસિંહની વાડીએ મજૂરીકામ કરતા ગીતાબેન ગોવિંદભાઇ મકવાણા(ઉ.વ. 45)ને ગઈકાલે મજૂરીકામ દરમિયાન ખેતરમાં મુકવામાં આવેલા ટીસી પાસે વિજશોક લાગ્યો હતો. જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text