મોરબીમાં જિલ્લા ભાજપના સંગઠન પર્વ અંગેની મીટીંગ યોજાઈ

સદસ્યતા અભિયાનને પાર પાડવા તમામે સહિયારો પ્રયાસ કરવા પર ભાર મુકાયો

મોરબી : મોરબીના હરભોલે હોલ ખાતે આજે મોરબી જિલ્લા ભાજપના સંગઠન પર્વ અંગેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતને ટાંકીને દરેક ઘર સુધી પહોંચીને સદસ્યતા અભિયાનો ટાર્ગેટ પૂરો કરવા માટે તમામે સહયોગ આપવાની હાકલ કરવામાં આવી હતી.

સંગઠન પર્વ સંદર્ભેની મીટીંગમાં ગુજરાત સંગઠન પર્વના ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર કચ્છના ઇન્ચાર્જ કિરીટસિંહ રાણા,મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મેઘજીભાઈ કંઝરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, બાવનજીભાઈ મેતાલિયા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયા,સહિતના તમામ ભાજપની વિવિધ પંખોના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે સંગઠને મજબૂત બનાવવું એ ભાજપની પરંપરા નથી.સંગઠનને સતત મજબૂત કરવું એ આપણી કાર્ય પ્રણાલી છે લોકો માટે સતત કાર્ય કરતા રેહવું એ ભાજપનો ઉદેશ્ય હોવાનું જણાવીને હોદેદારો તથા કાર્યકરોને સતત પ્રજાકીય કામોમાં સક્રિય રહેવાનો ભાર મુક્યો હતો.જ્યારે ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, જયારે સંગઠનનું કામ અટકી ત્યારે વિકાસ પણ રૂંધાઇ જાય છે .કાર્યકર્તા અને નેતા આધારિત પાર્ટીઓ ટકતી નથી એ આપણે છેલ્લી ચૂંટણીમાં જોયું છે.જ્યારે ભાજપ સિદ્ધતોનો વરેલો રાજકીય પક્ષ છે.સિધ્ધાંતોના આધારે જ પાર્ટી ટકે છે. સિદ્ધાંતને જાળવી રાખવા એ પક્ષના દરેકની નૈતિક ફરજ છે.સંગઠનની સૈદ્ધાંતિક વિચારસરણીને લોકો સુધી પહોંડાવાનું કામ કરે છે.આગામી તા.14 થી19 જુલાઈ સુધી વિસ્તારકોની કાર્યશાળા યોજાશે.આ સંગઠનમાં લોકોને જોડાવવા માટે શિબિરો પણ યોજાશે. એ ઉપરાંત 21થી 28 જુલાઈ સુધી બુથ લેવલ અને ઘરેઘરે જઈને સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે.મોરબી જિલ્લામાં 825 બુથ અને 147 જેટલા શક્તિ કેન્દ્રો છે.પાંચ બુથ દીઠ એક વિસ્તારક અને 7થી વધુ બુથ દીઠ બે વિસ્તારકની જવાબદારો સોંપવામાં આવી છે.મોરબીના સંગઠન પર્વના ઇન્ચાર્જ કે.એસ અમૃતિયા અને સહ ઇન્ચાર્જ તરીકે ચેતનગીરી ગોસ્વામી તથા ભાવિનીબેન ડાભી છે.જેઓ કાર્યકર્તા સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો કરશે.