માળીયામાં પેરોલ પર છૂટેલા આરોપી સહિત ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો

- text


અગાઉની ફરિયાદનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવી

માળીયા : માળીયામાં પેરોલ પર છૂટેલા આરોપી સહિત ત્રણ શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને ત્રિકમ વડે તોડફોડ કરીને આંતક માચાવ્યાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના ખોજા જમાતખાનાની પાછળ રહેતા મીનાજબેન શાહબુદ્દીન ગોવાણી ઉ.વ.43 નામના મહિલાએ ફારૂકભાઈ દિલાવરભાઈ જેડા, વલુંભાઈ સાઉદીનભાઈ જેડા અને એક અજાણ્યો શખ્સ સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આ મહિલાએ અગાઉ આરોપી ફારૂકભાઈ જેડા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ ગુના મામલે તે જેલમાં હોય તથા હમણાં પેરોલ પર છૂટીને આવ્યા બાદ બન્ને આરોપીઓ સાથે મળીને ફરિયાદી બેનના ઘરમાં ઘુસી ગયા હતા અને ફરિયાદી મહિલાને અગાઉની ફરિયાદ પાછી ખેંચી.લેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓ ફરિયાદીના ઘરમાં રહેલા ત્રિકમથી ટાંકી અને દરવાજામાં તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text