મોરબીની ઇન્ડિયન લાયન્સ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

કલબના પ્રમુખ તરીકે ભાવેશભાઇ દોશી, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ અઘારા, અશોકભાઈ જોષી, રમણભાઈ મહેતા સહિત 11 સભ્યોએ શપથ લીધા

મોરબી : મોરબીના ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ભાવેશભાઈ દોશી તથા તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડયા, વાઇસ નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા, પોસ્ટ નેશનલ ચેરમેન, અક્ષય ભાઈ ઠક્કર તથા નેશનલ કો-ઓર્ડી દર્શનાબેન ભટ્ટની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં પોસ્ટ નેશનલ ચેરમેન અને શપથ ગ્રહણ પુરોહિત અજયભાઈ ભટ્ટ દ્વારા જુદા જુદા હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.દશા શ્રીમાળી વાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી જૈન સમાજના પ્રમુખ નવીનચંદ્ર એલ. મહેતા, નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા તેમજ વેસ્ટ ઝોન કો. ઓર્ડિ. વિજયાબેન કટારીયા, પ્રફુલ્લ રાજપુત, નવીનભાઈ મહેતા નવીનભાઈ દોશી, વિશા શ્રીમાળી સમાજના પ્રમુખ ભાવેશભાઈ શાહ તથા સમગ્ર કારોબારી દશાશ્રીમાળી સમાજના પ્રમુખ હિતેશભાઈ મહેતા, રોટરી કલબ લાયન્સ ક્લબ, મયુર નેચર કલબ, સીનીયર સીટીઝન કલબ, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ઉપરાંત દાતા પરિવારના સભ્યો મેઘરાજસિંહ, જયરાજસિંહ જાડેજા, દેવદાનભાઈ ડાંગર, ડોક્ટર જે.પી. જેસ્વાની, મોરબી વરિષ્ઠ પત્રકાર ઇન્ડિયન લાઇન્સ ટંકારા તથા ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ, હોદ્દેદારો, દોશી કુટુંબ પરિવાર અને ધર્મનાથ મિત્ર મંડળના પ્રમુખ, ઇન્ડિયન લાયન્સના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ ચેરમેન તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મોરબી કલબની પ્રશંસા કરી એક વર્ષમાં ૨૯ પ્રોજેક્ટો કર્યા તે બદલ ધન્યવાદ પાઠવેલા હતા.કલબના પ્રમુખ તરીકે ભાવેશભાઇ દોશી, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ અઘારા, અશોકભાઈ જોષી, રમણભાઈ મહેતા, સેક્રેટરી તરીકે હર્ષદભાઈ ગામી, જો.સેક્રેટરી તરીકે દિલીપ ભાઈ રવેશિયા, ખજાનચી તરીકે ધીરુભાઈ રામાનુજ, અનિલ કાવર સહિત નવા ૧૧ સભ્યોએ શપથ ગ્રહણ કરેલ હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne