મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો

- text


શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ પ્રશ્ને પાલિકામાં આક્રોશ ઠાલવ્યો

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર લોકોની સમસ્યાઓ હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોવાની પાલિકામાં આવી રહેલા લોકોના મોરચા ગવાહી કરી રહ્યા છે. તંત્રના પાપે મોરબીની શ્રીજી સોસાયટીની મહિલા સહિતના સ્થાનિક લોકોએ પાણીપ્રશ્ને પાલિકામાં હંગામો મચાવ્યો હતો. પાલિકામાં અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે વાવડી રોડ પરની સત્યમ સોસાયટીના લોકોએ પણ ગારા કીચડ પ્રશ્ને આક્રોશ ઠાલવ્યો હતો.

- text

મોરબી નગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે પાલિકામાં લોકોના મોરચાના બનાવો રોજિંદા બન્યા છે. જેમાં મોરબીની વાવડી રોડ પરની શ્રીજી સોસાયટીમાં પાણી પ્રશ્ને પાલિકા તંત્રની હદ બહારની બેદરકારીના પાપે આજે ત્રીજી વખત આ સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો. પરંતુ પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બેસી ગયા હતા અને બાદમાં બહાર લોબીમાં બેસીને ઉગ્ર દેખાવો કર્યા હતા. અડધો કલાક થવા છતાં જવાબદાર અધિકારી કે પદાધિકારી ન ડોકાતા અંતે કંટાળી ગયેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરી દીધો હતો. આ બાબતે રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું હતું કે, પાણી પ્રશ્ને સતત રજૂઆતો કરવા છતાં નપાણિયું તંત્ર દાદ આપતું નથી. એક મહિનાથી પાણી આવતું ન હોવાથી સ્થાનિક લોકોની આકરી કસોટી થઈ રહી છે. જો પ્રેશરથી પાણી છોડાઈ તો આ છેલ્લી સોસાયટી સુધી પાણી પહોંચી શકે એમ છે. પરંતુ તંત્રે ખાડો ખોદીને પછી કોઈ કાર્યવાહી કરી નથી અને તંત્રની લાપરવાહી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે વાવડી રોડ પરની સત્યમ સોસાયટીના લોકોએ પાણી પાલિકામાં રજુઆત અર્થે દોડી આવ્યા હતા. તેમની સોસાયટીમાં છ મહિનાથી રોડ ખોદીને રાખી દેવામાં આવ્યો છે. હાલ વરસાદ થતાં ગારા કીચડ થઈ ગયો છે. તેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. પણ પાલિકામાં અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text