મોરબી એબીવીપી દ્વારા સદસ્યતા અભિયાન અંગેના પોસ્ટરનું વિમોચન

મોરબી : મોરબી જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાન અંગેની બેઠક માં એબીવીપી સદસ્યતા અભિયાન 2019ના પોસ્ટર નું વિમોચન કરવામાં આવ્યું હતું. બેઠક માં ઉપસ્થિત કાર્યકર્તાઓની સદસ્યતા નક્કી કરવામાં આવી હતી. એબીવીપી દ્વારા તા. 25જૂન થી 5જુલાઈ દરમ્યાન સ્કૂલમાં અને તા. 25 જુલાઈ થી 15ઓગસ્ટ દરમિયાન વિવિધ કૉલેજ અને હોસ્ટેલમાં તથા તા.1 થી 7સપ્ટેમ્બર દરમિયાન પ્રોફેશનલ કોર્સીસમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પુનઃનિર્માણના ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશનું નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાય ના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષ માં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે. આથી વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠનમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આ સંગઠનમાં જોડાવા માટે 8347299946 પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne