10 વર્ષથી જેલમાંથી નાસી છૂટેલા આરોપીને એમ.પી.થી પકડી પાડતી મોરબી એલસીબી

- text


ત્રણ વર્ષથી નાસી છૂટેલા ઘરફોડ ચોરીના આરોપીને પણ એમ.પીથી દબોચી લેવાયો

મોરબી : સીટી. એ. ડિવિઝન પો.સ્ટે.માં 2009ની સાલમાં જેલમાંથી ફરાર આરોપીને બાતમીના આધારે એના વતન મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો છે. જ્યારે અન્ય એક બનાવમાં ટંકારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં પાછલા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને પણ એના મૂળ વતન મધ્યપ્રદેશથી ઝડપી પાડી ટંકારા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી.જાડેજાને મળતા પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. એચ.એમ.ચાવડા, પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા, તથા ડ્રા. પો.કોન્સ.સતિષભાઈ કાંજીયાની ટીમને સોંપાયેલી કામગીરી અન્વયે એમ.પી. રાજ્યના અલીરાજપુર, તથા જાંબવા જિલ્લામાંથી દસ વર્ષથી જેલના ફરારી આરોપી અમરશી ઉર્ફે હેમરાજ મગનભાઈ અમલિયાર (આદિવાસી), રહે. કલમોડા, તા.જી.જાંબવા કે જે વાંકાનેર સિટી પો. સ્ટે.માં બળાત્કારના ગુન્હા સબબ મોરબી સબ જેલમાં હતો ત્યારે ત્યાંથી તારીખ 06/12/2009ના રોજ જેલ કંપાઉન્ડમાંથી નાસી છુટેલ અને ત્યારથી જ ફરાર હતો એને ઝડપી પાડી મોરબી લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જ્યારે અન્ય એક બનાવમાં ટંકારા પો.સ્ટે.માં 2016માં થયેલી ઘરફોડ ચોરીના છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપી નસરૂ પારૂ ડાવરને પણ એના વતન બહેડિયા, તા.જી.જોબટ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશને ઝડપી ટંકારા પો.સ્ટેમાં સોંપેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text