મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો

- text


વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી

મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા ફાળો એકત્ર કરીને ૨૫ હજારની રકમ શહીદ પરિવારને અર્પણ કરી દેશ પ્રત્યે કર્તવ્ય ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા ગામના વતની ભાવેશ રાઠોડ ૩ વર્ષે પૂર્વે આર્મીમાં જોડાયા હતા અને આર્મીમાં ફરજ બજાવતા હોય તે દરમિયાન શ્રીનગર ખાતે આકસ્મિક બનાવથી શહીદ થતા નાનકડા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. વીર જવાનની શહાદત બાદ તેમના પાર્થિવદેહને માદરે વતન લાવીને પુરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે દેશના વીર જવાનની શહાદત પ્રત્યે ઋણ અદા કરવા તેમજ તેના પરિવારને મદદરૂપ થવાના ઉદેશથી મોરબીના કારીયાણા મર્ચન્ટ એસોસીએશન દ્વારા ફાળો એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો. આથી મર્ચન્ટ એસોશિએસનના સભ્યો દ્વારા શહીદ પરિવાર પ્રત્યે કર્તવ્ય ભાવનાને ધ્યાને લઈને રૂપિયા ૨૫ હજારનો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જે ફાળો મર્ચન્ટ એસોસિએશનના સભ્યોએ શહીદ પરિવારને રૂબરૂ જઈ અર્પણ કર્યા હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text