મોરબી : ફોઈના દીકરાના ઝઘડાનું સમાધાન કરવાની ના પાડતા પાંચ શખ્સોનો યુવાન પર હુમલો

- text


યુવાને પાંચ શખ્સો સામે હુમલો કરીને તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં ફોઈના દીકરા સાથે થયેલા ઝઘડાનું સમાધાન કરવાની ના પડતા ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ યુવાન પર ધોકા અને પાઈપથી હુમલો કર્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે .

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ ધાચી શેરીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાહીલ ઇકબાલભાઈ જાની ઉ.વ.27એ અનિશભાઈ મહમદભાઈ લધાણી, એજાજભાઈ મહમદભાઈ લધાણી, સાજીદભાઈ લધાણી, જીજ્ઞેશ ઉર્ફે જીગો બોરીચા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ફોઈના દીકરા જુનેદ ઇકબાલભાઈ દલ સાથે આરોપીઓને અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાનું સમાધાન કરવા માટે આરોપીઓ વારંવાર કહેતા હોય પણ ફરિયાદી યુવાને સમાધાન કરવાનીના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવાનને ધોકા પાઈપથી માર મારી જાનથી મારી નખવાની ધમકી આપી હતી તેમજ તેમના ઘરના દરવાજા અને કારમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું.એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text