મોરબી રેડીયોના વાત તમારી રેડિયો અમારો શોમાં આજે રાત્રે આર્ટ ઓફ લિવિંગ વિશે વાતચીત

મનસુખભાઇ ભાલોડિયા, નયનાબેન ભાલોડિયા અને દર્શનાબેન જોશી આર્ટ ઓફ લિવિંગની રસપ્રદ માહિતી આપશે

મોરબી : મોરબી રેડિયોના ‘વાત તમારી રેડિયો અમારો’ શોમાં આજે રાત્રે 9 કલાકે આર્ટ ઓફ લિવિંગ વિશે મનસુખભાઇ ભાલોડિયા, નયનાબેન ભાલોડિયા અને દર્શનાબેન જોશી વાતચીત કરશે.

મોરબી રેડિયો દ્વારા દર મંગળવાર અને શુક્રવારે ‘વાત તમારી, રેડિયો અમારો’ શો શરૂ કરવામાં આવ્યો છે.જેમા મોરબીના કોઈ પણ નાગરિકને પોતાની કોઇ પણ વાત રજુ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં લોકો પોતાની વાત કે કોઈ કળા અગાઉથી રેકોર્ડ કરાવીને વોટ્સએપ મેસેજમાં ઓડિયો કે વિડિયો સ્વરૂપે મોબાઈલ નંબર 9537676276 ઉપર મોકલી શકે છે.

‘વાત તમારી, રેડિયો અમારો’ શો મા આજે મનસુખભાઇ ભાલોડિયા, નયનાબેન ભાલોડિયા અને દર્શનાબેન જોશી ખાસ મહેમાન બનવાના છે. જેમાં આર્ટ ઓફ લિવિંગ વિશે રસપ્રદ વાતચીત કરવામાં આવશે. આ શોનું પ્રસારણ આજે મંગળવારે રાત્રે 9 કલાકે કરવામાં આવશે.