વાંકાનેર સીટી પીઆઇ તરીકે એચ.એમ. રાઠોડ એ ચાર્જ સંભાળ્યો

- text


એચ.એમ. રાઠોડ એ હાલમાં વાંકાનેર સીટી પીઆઇ તરીકે ચાર્જ સંભાળે છે. સ્વભાવના સરળ અને શાંત પરંતુ ગુનેગારો માટે કડક એવા એચ.એમ. રાઠોડ અગાઉ પણ વાંકાનેર સીટી પી.આઇ. તરીકે વર્ષ ૨૦૧૭ માં કામગીરી કરેલ હોવાથી વાંકાનેર ની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિથી તેઓ વાકેફ છે.

વાંકાનેર સીટી પી.આઇ. એચ.એમ. રાઠોડ સાથેની વાતચીતમાં તેમને જણાવેલ કે મોરબી જિલ્લા એસપી ડો. કરણરાજ વાઘેલાની સ્પષ્ટ સૂચના અનુસાર વાંકાનેર શહેરની સુલેહ અને શાંતિ જાળવવા તેઓ પ્રતિબદ્ધ છે અને વાંકાનેર શહેરની સુલેહ અને શાંતિનો ભંગ કરનાર અસામાજિક તત્વને કોઈ પણની સેહ-શરમ રાખ્યા વગર કાયદાનો દંડો બતાડવામાં આવશે. વધુમાં તેમને જણાવેલ કે વાંકાનેરની ટ્રાફિક સમસ્યા જટિલ હોય આગામી સમયમાં ટ્રાફિક પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવશે અને વાંકાનેરની પ્રજાને ટ્રાફિકજામની સ્થિતિમાંથી બહાર કાઢવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.

વાંકાનેરના રાજકીય અગ્રણીઓ, વિવિધ સંસ્થાના પ્રમુખો, વેપારી મિત્રો, મીડિયા જગતના લોકો તેમજ વાંકાનેરની પ્રજા સાથે સંકલન પૂર્વક કામ કરી વાંકાનેર શહેરની પ્રજાને સુરક્ષા અને સલામત વાતાવરણ પૂરું પાડવામાં તેમની અગ્રીમતા રહેશે.

- text

વાંકાનેરના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને જનતાને તેમણે સંદેશ આપ્યો છે કે વાંકાનેરની બજારોમાં, સ્કુલ-કોલેજ, બસ સ્ટેન્ડ કે અન્ય વિસ્તારમાં જો કોઈ રોમીયોગીરી કરે તો વિના સંકોચે તેમને મોબાઇલ પર ફોન કરી શકે છે. આ ઉપરાંત વાંકાનેરના કોઈ પણ વિસ્તારમાં જો કોઈ કાયદા વિરુદ્ધ કામ થતું હોય કે અન્ય કોઈ બનાવ સંદર્ભે જનતા તેમના મોબાઈલ નંબર 9825753478 પર માહિતી આપી શકે છે માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text