ખાખરેચીમાં બીએસએલના નેટ ધાંધિયાથી શાળાની કામગીરી ખોરવાઈ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામની સાર્વજનિક પ્રાથમિક શાળા બીએસએનએલની નેટ સેવા ન મળવાને લઈને મૂંઝવણમાં મુકાઈ છે. પાછલા 40 દિવસોથી ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતનું પરિણામ ન આવતા હવે ગ્રામપંચાયત સંચાલિત શાળાના સંચાલકો આક્રમક મૂડમાં આવીને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

માળીયા (મી.)ના ખાખરેચી ગામે આવેલી શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા, કુમાર શાળા બી.એસ.એન.એલનું નેટ કનેશન તથા લેન્ડ લાઈન કનેક્શન ધરાવે છે. પાછલા 40 દિવસો કરતા વધુ સમયથી આ સેવામાં સાવ ધાંધિયા શરૂ થયા છે. આરોગ્ય વિભાગ તેમજ ગ્રામ પંચાયત સહિત એસ.બી.આઇ. બેંક પણ બી.એસ.એન.એલનું કનેક્શન ધરાવે છે. ગામમાં બી.એસ.એન.એલનો ટાવર પણ છે. આમ છતાં નેટ કનેક્ટિવિટી મળતી નથી. ઉચ્ચ કક્ષાએ રાજકોટ સુધી વારંવારની રજૂઆતનો એક જ જવાબ મળે છે કે થઈ જશે. પણ હજુ સુધી સેવા સુધારવા માટેના કોઈ પ્રયાસો થયા નથી.

- text

શાળાની મુશ્કેલી એ છે કે ઓનલાઈન વિદ્યાર્થીઓ, શિક્ષકોની હાજરી પુરવાથી લઈને પત્રવ્યવહાર સુધીની દરેક પ્રક્રિયા માટે નેટનો આધાર જ રાખવો પડે છે. ત્યારે શાળાની કોઈ પ્રકારની માહિતી શિક્ષણ વિભાગ સુધી પહોંચાડી શકાતી નથી. સરકારી સેવાના ધાંધીયાથી ત્રસ્ત થઈ અન્ય લોકોએ ખાનગી કંપનીના કનેક્શન લઈ લીધા છે. જ્યારે શાળા એ પણ કરી શકે એમ નથી. આથી ન છૂટકે અમુક જરૂરી પત્રવ્યવહાર સાંચવવા માટે રોકડ રકમ ખર્ચીને બહારથી કાર્યવાહી કરવી પડી રહી છે. આવી અણઘડ સેવાના ત્રાસથી કંટાળીને શાળા સંચાલકો ગ્રાહક સુરક્ષામાં જવાની તેમજ બી.એસ.એન.એલ ઓફીસ સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સરકારી તંત્રના બહેરા કાને આ ફરિયાદ અથડાય છે કે કેમ તે જોવું રહ્યું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text