મોરબીમાં ગંદકી ફેલાવતા કોમ્પ્લેક્ષ અને દુકાનોને દંડ કરવા સ્વચ્છતા અભિયાન સમિતિની માંગ

- text


જાહેરમાં રોડ ઉપર ગંદા પાણીનો નિકાલ કરતા કોમ્પ્લેક્ષ અને દુકાનને ખુલ્લા પાડતી સમિતિ

મોરબી : મોરબીમાં ગંદકી ફેલાવતા કોમ્પ્લેક્ષ અને દુકાનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઉઠાવવામાં આવી છે. વધુમાં આ રીતે જાહેરમાં ગંદકી કરતા કોમ્પ્લેક્ષ અને દુકાનોને સમિતિ દ્વારા ઉઘાડા પાડવામાં આવ્યા છે.મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિના જણાવ્યા મુજબ સ્કાય મોલની સામે મોમ્સ રેસ્ટોરન્ટ નામની દુકાન દ્વારા પોતાની ગટરનું ગંદુ પાણી જાહેરમાં શનાળા રોડ ઉપર કાઢવામાં આવે છે. જેથી આખા રોડ ઉપર ગંદુ પાણી ફેલાઈ જાય છે. આ પાણીના સતત ભરાવાને કારણે મેઈન રોડને પણ નુકશાન પહોંચી રહ્યું છે.

- text

આ સાથે કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે શ્યામ પાર્કની બાજુમાં તુલસી શોપિંગ કોમ્પ્લેક્ષની ગટરની પાઇપો પણ જાહેર રસ્તામાં કાઢવામાં આવી છે. તો આવા દુકાનદારો તેમજ શોપિંગ મોલના બિલ્ડરોને નોટિસો ફટકારીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text