મોરબીના 300 છાત્રોએ નવકાર કોમ્પ્યુટરમા ડિજિટલ સીરામીક ડિઝાઇનિંગનો કોર્સ કરીને કારકિર્દી ઘડી

- text


ડિજિટલ સીરામીક ડિઝાઇનિંગના નિઃશુલ્ક સેમિનારમા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા : અનેક કોમ્પ્યુટર કોર્સ પણ ઉપ્લબ્ધ

મોરબી : મોરબીના જાણીતા નવકાર કોમ્પ્યુટરમાથી ડિજિટલ સીરામીક ડિઝાઇનિંગનો કોર્સ કરીને 300 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઘડી છે. વધુમાં આ કોર્સ અંગે માહિતી પ્રદાન કરવા નવકાર કોમ્પ્યુટર દ્વારા નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

સીરામીક સિટી મોરબીમાં ડિઝાઈનરની વિશેષ જરૂરિયાત રહેલી છે. ત્યારે અહીંના જાણીતા નવકાર કોમ્પ્યુટરમા ડિજિટલ સીરામીક ડિઝાઇનિંગનો કોર્ષ કરીને 300થી વધુ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ કારકિર્દી ઘડી છે. આ કોર્ષની સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે નવકાર કોમ્પ્યુટરના સંચાલક દીપેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનાર ગત શનિવારના રોજ યોજાયો હતો. જેમાં પ્રથમ સેશનમાં અનુભવી ડિઝાઈનર અર્જુનભાઈ ઉચાસણા દ્વારા ટાઇલ્સ ડિઝાઇનિંગ વિશેની વિશિષ્ટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ડિઝાઈનને જોઈન્ટ ફ્રિ બનાવવી, રેન્ડમ બનાવવા કલર મેચિંગ, પ્રોફાઈલ ઉપર વર્ક કરવું, ચેનલ વાઇઝ કલર મેચિંગ જેવા અનેક ટોપિક ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

- text

જ્યારે બીજા સેશનમાં અનુભવી ડિઝાઈનર વિશાલભાઈ હીરાણી દ્વારા નવકાર કોમ્યુટરમા એપલ આઈ મેક કોમ્પ્યુટર પર ઓરીજનલ માર્બલ તેમજ પ્રોફાઈલ પર જીવીટી અને પીજીવીટી વિટ્રીફાઇડ ટાઇલ્સ વિશેની અતીઉપયોગી માહિતી આપવામાં આવી હતી. જેમાં માર્બલ રેન્ડમ બનાવવા, બુક મેચ બનાવવા, કલર મેચિંગ, પ્રોફાઈલ તેમજ જેપીજી અને પીડીએફ ફાઇલ બનાવવા જેવી અગત્યની માહિતી વિદ્યાર્થીઓએ મેળવી હતી.

ઉપરાંત નવકાર કોમ્પ્યુટરમા સી.સી.સી., ટેલી, ડિટીપી, કોપ્યુટર હાર્ડવેર તેમજ સીરામીક ટાઇલ્સ ડિઝાઇન માટેનો સ્પેશીયલ કોર્ષ ચાલુ છે. અહીં ગુણવતાયુક્ત કોમ્પ્યુટરનું શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. વધુ વિગત માટે દીપેશભાઈ દોશી મો.નં. 9510256795 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text