વાંકાનેર : ઘીયાવડ પ્રા. શાળામાં યોગ વિશેનો સેમિનાર યોજાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જોડાઈને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી યોગ કર્યા હતા.

આ સેમિનારમાં યોગના પ્રકારો અને તેમના મહત્વ વિષે શિક્ષક નમ્રતાબા અને કવિતાબેને જાણકારી આપી હતી. સાથે બોસીયા રવજીભાઈએ યોગ કરાવ્યા હતા.આગાખાન સંસ્થા અને પીયૂષ માનસતાના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ માટે નેતૃત્વના ગુણોના વિકાસ માટે બાળસંસદની રચનાનું પણ આયોજન કરેલ હતું. જેમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયુ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne