માળીયા, હળવદ અને વાંકાનેર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

- text


ગરમીથી રાહત મળતા હાશકારો, ખેડૂતો ખુશખુશાલ

મોરબી : માળીયા, હળવદ અને વાંકાનેર પંથકમાં આજે સાંજે જોરદાર પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. આ વરસાદી ઝાપટાના કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ઉપરામત ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માળિયા મિયાણા તાલુકામાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો.માળીયા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.આ અંગે મળતી વિગતો મુજબ માળીયા શહેર અને ખાખરેચી, વેજલપર ,વેણાસર, ઘાટીલા, સહિતના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.થોડીવારમાં ભારે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી.

- text

આ સાથે વાંકાનેરના કોટડાનાયાણી ગામે પણ એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે હળવદના ચરડવા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

- text