હળવદમા રબારી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


નવમાં સન્માન કાર્યક્રમમા બહોળી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉમટયા

હળવદ : માલધારી વિવિધ લક્ષી વિકાસ ટ્રસ્ટ હળવદ દ્વારા હળવદ પરગણાના રબારી સમાજના તેજસ્વી તારલાઓના પ્રોત્સાહન માટે ધોરણ ૧૦ અને ધો. ૧૨ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોનું સન્માન મણીબેન ઝાંઝર ભાઈ ધાંધર, રબારી સમાજ છાત્રાલય, હળવદ ખાતે કરવામાં આવ્યું હતું.આ રૂડા પ્રસંગે દિપ પ્રાગટ્ય દુધઇ વડવાળા મંદિરના મહંત રાલબાલકદાસબાપુના હસ્તે કરવામાં આવેલ. સ્વાગત ગીતથી મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ. જેમા ધો.૧૦ના ૫૧ વિદ્યાર્થીઓનુ તથા ધો.૧૨ના ૧૯ વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે નવનિયુકત કર્મચારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે રબારી સમાજના આગેવાનો વશરામભાઇ જીડ, લાલજીભાઈ રબારી ,નાનુભાઈ કરોતરા, જનકભાઈ કરોતરા, લીંબાભાઇ હણ, નાગરભાઈ કરોતરા, વાધાભાઈ રબારી, જયેશભાઈ કરોતરા, મુકેશભાઈ કરોતરા, ભરતભાઇ ગોયલ, જેઠાભાઈ કરોતરા, દિનેશભાઇ સાવધારીયા વગેરે સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. રબારી સમાજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ પરગણા રબારી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text