માળીયા : નર્મદા કેનાલમાં પુરતું પાણી આપવા મામલતદારને રજુઆત

- text


દસ જેટલા ગામોમાં ઘાસચારાનાં વાવેતર માટે પુરતા પાણીની પ્રબળ જરૂરિયાત

માળીયા : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં માળીયા શાખા નર્મદા કેનાલમાંથી આજુબાજુનાં દસ જેટલા ગામોમાં ઘાસચારાનાં વાવેતર માટે પુરતું પાણી ન મળતું હોવાને લીધે સુલતાનપુરનાં સરપંચ દ્વારા આ અંગે રજુઆત કરવામાં આવી છે.

મોરબીના માળીયા(મી.) તાલુકામાં માળીયા શાખા નર્મદા કેનાલમાંથી સુલતાનપુર, વિશાલનગર, ખાખરેચી, માણાબા, વિજયનગર, ચીખલી, વરડૂસર, વાધરવા, ખિરઈ અને પંચવટી ગામોની કેનાલમાં પાણી પહોંચતું નથી. માઇનોર બ્રાન્ચ કેનાલમાં રાત્રે પાણીનાં ગેટ ખોલીને પાણીનો ભયંકર બગાડ કરવામાં આવે છે. જેથી આ ગામોમાં પાણી પહોંચતું નથી. આથી સુલતાનપુર ગામનાં સરપંચ હીરાબેન દ્વારા તાલુકા મામલતદારને આ પાણીનો બગાડ અટકાવવા તેમજ ગામોમાં પાણી પુરુ પાડવા માટે રજુઆત કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text