ટંકારામાં દિવંગત તલાટી મંત્રીના પરિવારને રૂ. 1 લાખની સહાય અપાઈ

- text


ચાલુ ફરજે તલાટીનું અવસાન થયા બાદ મહેસુલી તલાટી કર્મચારી મંડળે તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કર્યો

ટંકારા : ટંકારામાં તલાટી મંત્રીનું ચાલુ ફરજે બીમારીથી અવસાન થયા બાદ તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા મહેસુલી તલાટી કર્મચારી મંડળે સરાહનીય પ્રયાસ કર્યો હતો. જેમાં મહુસલી તલાટી કર્મચારી મંડળે રૂ. 1 લાખની સહાયનો ચેક દિવંગત તલાટીના પરિવારને અર્પણ કરીને માનવતાની મિશાલ કાયમ કરી છે.

- text

ટંકારાના નેસડા ગામના વતની અને ટંકારામાં મહેસુલી તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ભવાનભાઈ કરોતરાનું ચાલુ ફરજે સામાન્ય બિમારીથી ગત તા.8 ઓક્ટોબર, 2012ના રોજ દુઃખદ અવસાન થયું હતું. આ મિલનસાર સ્વભાવના તલાટી-મંત્રીની અણધારી વિદાયથી તેના પરિવારમાં અને તલાટી કર્મચારીઓમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. જોકે આ દિવંગત તલાટી-મંત્રીના પરિવાર સાથે સહાનુભૂતિ દર્શાવીને તેમને મદદરૂપ થવા માટે મહેસુલી કર્મચારી મંડળે પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધર્યો હતો.જેમાં મહેસુલી તલાટી કર્મચારી મંડળે રૂ.1.05 લાખની સહાયનો ચેક દિવંગત તલાટી મંત્રીના પરિવારને અર્પણ કરીને માનવતાના દર્શન કરાવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text