સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા મેક્સિકો અને સ્પેનમાં વિવિધ એસો. સાથે મિટિંગોનો દોર

- text


ગાંધીનગર ખાતે તા. ૨૧ નવેમ્બરથી યોજાનાર સીરામીકસ એક્સપોમાં મેક્સિકોના મોટા ડેલીગેશનો અને ક્વોલિસેરની ટીમ આપશે હાજરી

મોરબી : મોરબીના સીરામીક એકમો માટે વિશાળ તકોનું સર્જન કરવા માટે આગામી તા. ૨૧ નવેમ્બરથી ગાંધીનગરમા સીરામિક્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા મેક્સિકો અને સ્પેનમાં વિવિધ એસોસિએશનો સાથે મિટિંગોનો દોર ચલાવવામાં આવ્યો હતો.

ગાંધીનગરના ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન હોલ ખાતે આગામી તા.૨૧ થી ૨૪ નવેમ્બર સુધી સીરામિક્સ કોન્કલેવ અને એક્સપો 2019નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશથી મોટા ડેલીગેશનો આવવાના છે. ત્યારે સીરામિક્સ એક્સપો દ્વારા આ વખતે અમેરિકાને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યું હોય હાલ વિવિધ દેશોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

સીરામિક્સ એક્સપોના ઇન્ટરનેશનલ પ્રમોશનલ ડાયરેક્ટર વિશાલ આચાર્ય દ્વારા મેક્સિકોના ગુઆડાલાજારામા ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગ યોજવામાં આવી હતી. આ ચેમ્બરમાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝનું સ્પેશીયલ ડિવિઝન છે. જેમાં આયાતકારો, વિતરકો, છૂટક વેપારીઓ અને આર્કિટેક જેવા સભ્યો છે. ચેમ્બર દ્વારા એક્સપોમાં ભાગ લેવા માટે ખૂબ જ રસ દાખવવામાં આવ્યો હતો. આ ચેમ્બર સીરામિક્સ એક્સપોમાં ખૂબ મોટા ડેલીગેશન લઈને આવવાનું છે.

આ સાથે સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા મેક્સિકોની નજીક આવેલા દેશ ગુઆટેમાલામાં પણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પણ સફળ નીવડી હતી. ત્યાંથી પણ અનેક બાયર્સ એક્સપોમાં વિઝીટ કરવાના છે. ઉપરાંત જાણીતી ક્વોલિસેર નામની મોટી સમીટનું આયોજન યુરોપમાં દર બે વર્ષે થાય છે. જે સંદર્ભે સીરામિક્સ એક્સપોની ટીમ તેમજ સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા દ્વારા સ્પેનમાં ક્વોલિસેરના હોદેદારો સાથે બેઠક કરવામાં આવી હતી. ક્વોલિસેર આગામી વર્ષ 2020ના ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે. જેની એક પ્રિ મિટિંગ સીરામિક્સ એક્સપોમાં પણ યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રિ મિટિંગમાં યુરોપના ક્વોલિસેરના ૧૦૦ જેટલા સભ્યો આવવાના છે. આ મિટિંગમાં અવનવા સંશોધનો, ટેકનીક સહિતનું પ્રદર્શન યોજાશે.

- text

આગામી નવેમ્બરમાં યોજાનારા સીરામિક્સ એક્સપોમાં વધુ વધુ વિદેશી બાયરો આવે તે માટે આયોજક ઓક્ટાગોંન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલની ટિમ દ્વારા સમગ્ર વિશ્વમાં સિરામિક્સ એક્સપોનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. અને ભારત સરકારના સહયોગથી જે તે દેશની એમ્બસીના સહકારથી ત્યાંના સ્થાનિક સિરામિકના મોટા બાયરો અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે મીટીંગો કરવામાં આવી રહી છે. જેને ખુબ જ સફળતા મળી રહી છે. હાલના સિરામિક્સ એક્સપોના વિદેશમાં થઇ રહેલા પ્રમોશનનો જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે તે જોતા આ એક્સપોમાં મોટી સંખ્યામાં નવા બાયરો આવશે અને જેના કારણે મોરબીના સીરામીક ઉધોગને બિઝનેશની નવી તકો મળશે.

- text