વાંકાનેર : આઠ કાર્ટીસ સાથે એક ઈસમને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.

- text


વાંકાનેર : વાંકાનેર પંથકમાંથી મોરબી એસ.ઓ.જી. ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના ટાઉન વિસ્તારમાંથી એક શખ્સને આઠ ગેરકાયદેસર જીવતા કાર્ટીસ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલ તારીખ 21ને શુક્રવારે મોરબી પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા તરફથી આગામી દિવસોમાં નીકળનાર શોભાયાત્રા દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોરબી એસ.ઓ.જી. ટીમને ગેરકાયદેસર હથિયારો રાખી અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો પકડી પાડવા સૂચના આપી હતી. જે અનુસંધાને મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ વાંકાનેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ફારુખભાઈ પટેલને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રાજાવડલા જવાના કાચા રસ્તે રેલવે પૂલ પાસેથી ઈરફાન હનીફભાઇ બ્લોચ(ઉ. 38, ધંધો-ખેતી, રહે. મીરાનીનગર)ને લાયસન્સ વગરના જીવતા કાર્ટીસ(નંગ આઠ, કિ 800) સાથે પકડી પાડીને આર્મ્સ એક્ટ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણા, ફારુખભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા અને ઈશ્વરભાઈ કલોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ડાભી રોકાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text