હળવદ : બે અલગ અલગ રેડમાં 369 દારૂની બોટલ ઝડપી પાડતી સ્થાનિક પોલીસ તથા એલસીબી

- text


બે રેડમાં કુલ રૂપિયા 60400ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદ : હળવદ તાલુકામાં બે અલગ અલગ રેડ દરમ્યાન સ્થાનિક પોલીસ તથા એલ.સી.બીએ 255 અને 114 બોટલ મળી કુલ 369 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં કુલ 3 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.

પહેલા બનાવમાં તાલુકાના બુટવડ ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની મળેલી માહિતીને આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા બ્લુસ્કાય બ્રાન્ડની 750 એમ.એલની બોટલ 25 નંગ અને 180 એમ.એલના 230 નંગ ચપલા સહિત કુલ 255 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આથી મકાન મલિક એવા ગણેશ હરજી સુરણીની ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો એ અંગે જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવની તપાસ પી.આઈ. સોલંકી ચલાવી રહ્યા છે.

- text

જ્યારે અન્ય એક બનાવમાં ફર્લો સ્ક્વોડના હેડ.કોન્સ.ચંદુભાઈ કાળુભાઈને મળેલી બાતમીને આધારે હળવદ મોરબી રોડ પર માનસર જવાના રસ્તે બે ઇસમોને ઝડપી પાડી તેના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 114 બોટલ કિંમત 39900 કબજે કરી આરોપી મહેશ થોભણ દલવાડી રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી હળવદ અને મુકેશ કોળી રહે. કૃષ્ણ નગર, હળવદની ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને ડિલિવરી કરવાનો હતો એ અંગે તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text