પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયાને પ્રદેશ ભાજપ દ્વારા વધુ એક જવાબદારી સોંપાઈ

- text


જુનાગઢ મહાનગરપાલીકાની ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયાની અપાઈ કામગીરી

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા ભાજપના પીઢ નેતા અને રાજયના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયાની આગામી દિવસોમાં આવી રહેલ જુનાગઢ મહાનગરપાલીકાની ચુંટણીને ધ્યાને લઈ પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાની વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હળવદ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.અમરેલી લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી નિભાવ્યા બાદ પૂર્વ રાજય મંત્રી અને હળવદ – ધ્રાંગધ્રા ભાજપના પીઢ અગ્રણી જયંતિભાઈ કવાડીયાને તાજેતરમાં જ આવી રહેલ જુનાગઢ મહાનગરપાલીકાની ચુંટણી અંતર્ગત પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયામાં ત્રણ નેતાઓની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં જયંતિભાઈ કવાડીયા, બાબુભાઈ બોખીરીયા અને જશુમતીબેન કોરાટનો સમાવેશ થાય છે. ત્યારે જયંતિભાઈ કવાડીયાની નિમણુંકને પગલે હળવદ ભાજપ સંગઠનના પ્રમુખ રજનીભાઈ સંઘાણી,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ ભાજપ મહામંત્રી સંદીપ પટેલ,પાલીકા ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, મિડીયા સેલના પ્રમુખ હિતેશભાઈ લોરીયા, હળવદ પાલીકાના બાંધકામ સમિતિના ચેરમેન સતીષભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, દ્વારકાધીશ ટી વાળા નયનભાઈ દેત્રોજા સહિતના ભાજપ અગ્રણી તેમજ કાર્યકરોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડીયાને અગાઉ પણ અન્ય જિલ્લાઓની સેન્સ પ્રક્રિયાઓમાં પણ કામગીરી સોંપવામાં આવી હતી.જે સુપેરે નિભાવી ભાજપમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text