ટંકારામાં પૈસાની લેતી દેતી મામલે યુવાન પર રિવોલ્વર તાકી પાઇપ હોકીથી હુમલો

- text


મિતાણા ગામે 10 શખ્સોએ યુવાનને આતરીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ : પોલીસે દશ શખ્સો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના મિતાણા ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનને આતરી બે કારમાં આવેલા 10 શખ્સોએ તેના પર રિવોલ્વર તાકીને હોકી-પાઈપથી હુમલો યુવાનને માથાના ભાગે ઇજા કરી હોવાની ફરિયાદ પરથી 10 શખ્સો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા રફીકભાઈ અજિતભાઈ ઠેબા ઉ.વ.31એ તે જ ગામના બાબુ છગનભાઇ બોસિયા, જયદીપ બાબુભાઇ, રાહુલ બાબુભાઇ, વિક્રમ જેઠાભાઇ, જેઠાભાઇ નથુભાઈ,પીઠભાઈ નથુભાઈ, લાલો હીરાભાઈ, ભરતભાઇ જીવાભાઈ,સંજયભાઈ ગેલાભાઈ, બાબુભાઇ મગનભાઈ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી કે,તેઓ 21 જુનના રોજ મિતાણા ચોકડીથી નેકનામ તરફ જતા રોડની બાજુએ આવેલ સીતારામ પાનની દુકાને પોતાનું મોટર સાયકલ લઈને ઉભા હતા.તે દરમ્યાન આરોપીઓ સ્કોર્પિયો કાર અને અન્ય એક કારમાં ધસી આવ્યા હતા અને કારમાંથી ઉતરીને આરોપી બાબુ બોસિયાએ ફરિયાદીને કહ્યું હતું કે, મેં તને આપેલા રૂપિયા કેમ તું આપતો નથી. તેમ કહીને આ આરોપીએ પૈસાની ઉઘરાણી કરતા ફરિયાદી રફીકભાઈએ મેં તને પૈસા આપી દીધા છે તેવું કહ્યું હતું આથી ઉશ્કેરાયેલા બાબુ બોસિયાએ પોતાના પાસે રહેલી રિવોલ્વર રફીકભાઈ પર તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે બાદમાં અન્ય આરોપીઓએ સમજાવતા બાબુ બોસિયાએ રિવોલ્વર નીચે મૂકી દીધી હતી અને તમામ આરોપીઓએ એકસંપ કરીને રફીકભાઈ પર લોખડના પાઇપ અને હોકીથી હુમલો કર્યો હતો. હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે દશ આરોપીઓ સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text