મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

- text


એલઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉર્જામંત્રી સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકોએ યોગા કર્યા

મોરબી : મોરબી જિલ્લામાં આજે વિશ્વ યોગ દિવસની ગરીમાસભર ઉજવણી કરવાની હતી.જેમાં યોગની ઉજવણીનો જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.જેમાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકોએ યોગા કરીને તન મનની તંદુરસ્તી મેળવી હતી.મોરબી જિલ્લામાં આજે વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા વહિવટ તંત્ર દ્વારા નિર્ધારિત કરેલા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ સામુહિક યોગા કર્યા હતો.જિલ્લાના મુખ્ય યોગનો કાર્યક્રમ મોરબીના એલઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, કલેકટર, ડી.ડી.ઓ.એસ.પી.સહિતના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ યોગા કર્યા હતા.આ ઉપરાંત મોરબીની પટેલ કન્યા છાત્રાલય, માર્કેટીંગ યાર્ડ,મહાપ્રભુજીની બેઠક પાસે, ઐતિહાસિક સ્થળ મણીમંદીર પાસે, જિલ્લાંની તમામ પ્રાથમિક, માધ્યમિક સહિતની તમામ શાળા- કોલેજોમાં પણ યોગનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ યોગ નો કાર્યક્રમો યોજાયા હતા જેનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text