ટંકારાના રાજાવડ ગામે પાણી પંપિંગના મશીનો અને પંપની ચોરી

- text


ટંકારા : તાલુકાના રાજાવડ ગામે ખેડૂતોએ નદીમાંથી ખેતર સુધી પાણી પહોંચાડવા માટે રાખેલા બે પંપ અને બે ડીઝલ મશીનની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ટંકારા પો.સ્ટે.માં નોંધાતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના રાજાવડ ગામેં ખેડૂતો દ્વારા ડેમી નદીના કાંઠે નદીમાંથી ખેતર સુધી પાણી પહોંચાડવા માટે મશીન તેમજ પંપ ગોઠવ્યા હતા. જે ગત રાત્રી દરમ્યાન ચોરાઈ જતા ખેડૂતો દ્વારા ટંકારા પો.સ્ટે.માં બે પંપ અને ડીઝલ એન્જીન મશીનની ચોરી અંગે કુલ રૂપિયા 20000ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાના ખીજડિયા ગામના રહેવાસી જુમભાઈ સંધી અને અન્ય ખેડૂતોએ સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટે રાજાવડ ગામ પાસેની ડેમી નદીના પટમાં ગોઠવેલા પંપ અને મશીનની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text