વાંકાનેર : વ્યાજે લીધેલા રૂ.5 લાખના બદલામાં જમીનનું સાટાખત કરીને ત્રાસ ગુજારતા ખેડૂતે ઝેરી દવા પીધી

મૂળ રકમ અને વ્યાજ ઉપરાંતની રકમ ચૂકવી દીધા બાદ પણ ત્રણ વ્યાજખોર શખ્સોએ જમીનનું સાટાખત કરાવીને જમીનમાં પગ નહિ મુકવાની ધમકી આપતા ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો : વાંકાનેર પોલીસે ખેડૂતના ભાઈની ફરિયાદ પરથી વ્યાજંકવાદની ભારે કલમો હેઠળ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(અતુલ જોશી, હરદેવસિંહ ઝાલા)

વાંકાનેર : વાંકાનેરના અરણીટીંબા ગામે વ્યાજ ખોર શખ્સોએ ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે રચેલા કારસાનો ભાંડફોડ થયો છે. જેમાં ત્રણ વ્યાજખોર શખ્સોએ ખેડૂતે વ્યાજે લીધેલા રૂ.5 લાખ ના બદલામાં તેની કિંમતી જમીનનું સાટાખત કરાવી લઈને જમીનમાં પગ નહીં મુકવાની ધમકી આપતા ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ વાંકાનેર પોલીસે ભોગ બનનારના ભાઈની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ભારે કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના અરણીટીંબા ગામે રહેતા યુનુસભાઈ વલીમામદભાઈ ગઢવારાએ મનસુખભાઇ પટેલ, વિશુભા જાડેજા અને પ્રદીપસિંહ તખુભા ઝાલા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ મહેબૂબભાઈએ આરોપી મનસુખ પટેલ પાસેથી અગાઉ રૂ.5 લાખ વ્યાજે લીધા હતા.આ વ્યાજે આપેલા રૂ.5 લાખ વ્યાજ સાથે પરત લેવાનો હવાલો મનસુખ પટેલે બીજા આરોપી પ્રદીપસિંહ તખુભા ઝાલાને આપ્યો હતો. જોકે મહેબૂબભાઈએ મૂળ રકમ અને વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને આ વ્યાજના બદલામાં આરોપીઓએ તેમની જમીન પચાવી પાડવાનો કારસો રચીને પહેલા ફરિયાદીની માતા પાસેથી ટોળ ગામની જમીનનો દસ્તાવેજ બનાવી લીધો હતો.બાદમાં ત્રીજા આરોપી વિશુભાએ ફરિયાદીના પિતા પાસેથી અરણીટીંબા ગામે આવેલી તેમની જમીનનું સાટાખત કરાવી લીધું હતું. આરોપીઓ આ રીતે જમીન પચાવી પાડવાનું કારસ્તાન કરીને યુનુસને તેમની જમીનમાં પગ નહિ મુકવાની ધાકધમકી આપી હતી અને ત્રણેય આરોપીઓએ ભારે ત્રાસ આપતા હોવાથી કંટાળીને યુનુસભાઈએ ઉંદર મારવાની દવા પી લીધી હતી. આથી તેમને તાકીદે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. બાદમાં આ બનાવ અંગે યુનુસભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે કલમ 386, 504, 506-2, 507 તથા ગેરકાયદે વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કર્યાની કલમો ૦૫,૪૦,૪૨(a),૪૨(d) સહિત ગુનો નોંધી ત્રણે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne