મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાશે

10 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટ નિર્ધારિત સ્થળે પહોંચાડવા અનુરોધ

મોરબી: મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે દરેક બ્રાહ્મણ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે. માર્કશીટમાં પુરૂનામ, સરનામુ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. માર્કશીટ સ્વીકારવાની છેલ્લી તારીખ 10 જુલાઈ છે. માર્કશીટ સવારે 9થી 10 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

વિદ્યાર્થીઓએ માર્કશીટ ડો. બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા મેઈન રોડ), ડો. લહેરૂસાહેબનું દવાખાનું (ગુરૂ દતાત્રેય મંદિર પાસે, શનાળા રોડ),સાર્થક વિદ્યામંદિર (એલ.ઈ.કોલેજ રોડ મોરબી-2), ભારતી વિદ્યાલય (ઉમા ટાઉનશીપ પાસે, મોરબી-2),નલીની વિદ્યાલય (વાવડી રોડ, મોરબી), પ્રગતિ ક્લાસિસ (વી.સી. હાઈસ્કુલ પાસે) અથવા પરશુરામ ધામ (નવલખી રોડ,મોરબી) ખાતે પહોંચાડવાની રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne