હળવદના ચુપણી ગામે ઉકળતા તેલમાં હાથ નખાવવાના પ્રકરણમાં એસપીએ તટસ્થ તપાસના આદેશ આપ્યા

- text


દાઝી જનાર મહિલા અને તેના પતિએ પાડોશી શખ્સે વાડો માટે બળજબરીથી તેલમાં હાથ નખાવ્યાનો આક્ષેપ કર્યો : પાડોશી શખ્સે મહિલા પર ચારિત્ર્યની શંકા કરીને તેના પતિએ જ ઉકળતા તેલમાં હાથ નખાવ્યાનો પ્રતિ આક્ષેપ કર્યો : સત્ય બહાર લાવવા એસપીએ ડી.વાય.એસ.પીને તપાસ સોંપી

હળવદ : હળવદના ચુપણી ગામે થોડા દિવસો પહેલા અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક મહિલાને ઉકળતા તેલમાં હાથ નખાવતા તે દાઝી ગઈ હતી.આ ઘટનામાં દાઝી જનાર મહિલા અને તેના પતિએ પાડોશી શખ્સ સામે આરોપ મુકુયો હતો કે વાડો કોને છે તે નક્કી કરવા માટે આ પાડોશી શખ્સે બળજબરીથી મહિલાના હાથ તેલમાં નખાવ્યા હતા.જ્યારે સામાપક્ષે પાડોશી શખ્સે પ્રતિ આક્ષેપ કર્યો હતો કે, મહિલાના પતિએ જ ચારિત્ર્યની શંકા કરીને પત્નીના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા હતા.આથી આ બાબતનું સત્ય બહાર લાવવા માત્ર એસપીએ ડી.વાય.એસ.પી.ને તટસ્થ તપાસ કરવાના આદેશ આપ્યા છે.

હળવદના ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ બાજુબાજુમાં રહે છે.અને તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે.આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે.થોડી દિવસો પહેલા આ વિવાદિત વાડામાં પશુ બાંધતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારે વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સુચવ્યો હતો.આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા. તેઓ દાઝી ગયા જતા તેમને હાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે.

- text

આ બાબતે ગેલાભાઈએ હળવદ પોલીસમાં અરજી કરી હતી આથી બચાવ માટે સામે રૈયાભાઈએ પણ હળવદ પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે.હળવદ પોલોસે બન્નેની સામસામી અરજી લઈને તપાસ હાથ ધરી છે.ગેલાભાઈએ આ ઘટનાના મૂળમાં રૈયાભાઈ ભરવાડ અને તેમના સગા સંબંધીઓના ત્રાસને જવાબદાર ગણાવ્યો હતો.ગેલાભાઈના પુત્ર તથા તેમની ઉપર રૈયાભાઈ ભરવાડ અને તેમના સાગરીતોએ અગાઉ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને વારંવાર ત્રાસ ગુજારતા હતા.બનાવના દિવસે રૈયાભાઈ ઝઘડો કરીને તેમની પત્ની સાચી છે કે ખોટી તે નક્કી કરવા સતના પારખા કરવા માટે ઉકળતા તેલમાં પરાણે હાથ નખવ્યો હતો.જ્યારે મહિલાએ પણ રૈયાભાઈ ભરવાડે બળજબરીથી ઉકળતા તેલમાં હાથ નખવ્યો હોવાનું દર્દભર્યા સ્વરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બને પરિવારે આ બનાવની હળવદ પોલીસને લેખિત ફરીયાદ કરી છે.જેમાં ગેલાભાઈએ વાડા બાબતે તેમની પત્નીના હાથ ઉકળતા તેલ નાખવા રૈયાભાઈએ મજુબર કરી હોવાનો આક્ષેપ કર્યો છે.જ્યારે સામાપક્ષે રૈયાભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે ગેલાભાઈએ તેની પત્ની પર ચારિત્ર્યની શંકા કરીને ચારિત્ર્ય શુદ્ધ છે કે નહીં તેના પારખા કરવા તેમણે જ પત્નીના હાથ તેલમાં બોળાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.તેથી આ બન્નેમાંથી કોણ સાચું છે તે જાણવા માટે એસ.પીએ ડી.વાય એસ.પીને યોગ્ય તપાસ કરવાના આદેશ આપ્યા છે.જેમાં જે કસૂરવાર ઠરશે તેની સામે કાયદાકીય રાહે કર્યાવહી કરાશે તેમ એસપીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text