મોરબીમાં રીસામણે બેઠેલી પત્નીને મનાવવા આવેલા જમાઈને સાસરિયાએ ધોકાવ્યો

મોરબી : મોરબીના રણછોડનગર ખાતે પિયરમાં રિસામણે આવેલી પત્નીને રાજકોટ રહેતો પતિ મનાવવવા આવ્યો હોય ત્યારે સાસરિયાએ તેને ધોકાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પતિની ફરિયાદના આધારે બી ડિવિઝને કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટના પોપટપરામાં રહેતા જીજ્ઞેશ મંગાભાઈ વાઢેર નામના યુવાનની પત્ની મોરબી ખાતે રણછોડનગરમાં રીસામણે હોય જેથી તે આજે મોરબીના રણછોડનગરમાં પત્નીને મનાવવા આવ્યો હતો. ત્યારે શાંતિલાલ છગનભાઈ મારૂ, લલીતાબેન શાંતિલાલ મારૂ, પ્રકાશ શાંતિલાલ મારૂ અને કલ્પેશ નવીને તેને ઢીકા પાટુનો માર મારીને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.