મોરબી : માધાપર મેઈન રોડ પર ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત

- text


વારંવાર રજુઆત કરવા છતાં તંત્રએ ગટરનો પ્રશ્ન હલ ન કરતા સ્થાનિકોના આરોગ્ય પર જોખમ

મોરબી : મોરબીના માધાપર મેઈન રોડ પર ગટર છેલ્લા ચાર દિવસથી ઉભરાઈ રહી છે. ગટરની ગંદકીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જોકે આ બાબતે અનેક રજુઆત કરવા છતાં પણ નિભર તંત્ર ધ્યાન આપતું ન હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.
મોરબીના માધાપર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાનો ગંભીર પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને સતાવી રહ્યો છે. ત્યારે માધાપર મેઈન રોડ પર છેલ્લા ચાર દિવસથી ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકોએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, માધાપર મેઈન રોડ પર જ્યાં ગટર ઉભરાઈ છે ત્યાં રહેણાક વિસ્તાર આવેલો છે. આ રહેણાક વિસ્તારમાં ગંદકી ફેલાતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મૂક્યું છે. જોકે અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. તેથી વરસાદમાં ગટર સાથે ભળીને દૂષિત પાણી સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી આ ગંભીર બાબતને ધ્યાને લઈને તંત્ર ઝડપથી આ ગટરના પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text