મોરબી : જાહેરમાં કચરો ઠાલવતી પાલિકાને જીપીસીબીની લપડાક, નોટિસ ફટકારી

- text


ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે શહેરમાં ચેકિંગ કરતા ખુદ પાલિકા તંત્ર જ કચરાને ખુલ્લામા ફેંકીને ગંદકી ફેલાવતું હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીમાં પાલિકા તંત્રની બેદરકારીના પાપે ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે.જોકે જાહેરમાં કચરાનો નિકાલ કરીને ગંદકી ફેલાવાતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ મામલે આપ દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી.ત્યારે ગુજરાત પોલ્યુશન બોર્ડ આ મામલે ચેકિંગ કરતા પાલિકા તંત્રની પોલ ખુલી હતી અને જાહેરમાં કચરો નિકાલ કરવા બદલ પાલિકા તંત્રને નોટિસ ફટકારી છે.
મોરબીમાં કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે જ્યાં ત્યાં કચરો નાખીને ખુદ તંત્ર જ ગંદકી ફેલાવતું હોવાથી પાલિકા તંત્રને આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લપડાક આપી છે. જેમાં મોરબીમાં કચરાની ગંદકીની સમસ્યા વકરી હોવાથી આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા જીપીસીબીને રજુઆત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચેકિંગ હાથ ધર્યું હતું.આ ચેકિંગ દરમ્યાન જ્યાં ત્યાં કચરો જોવા મળતા અને જાહેરમાં કચરાનો નિકાલ કરાતું હોવાનું ધ્યાને આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોરબી પાલિકા તંત્રને આ ગંભીર બેદરકારી બદલ નોટિસ ફટકારી છે અને ભવિષ્યમાં શહેરના સ્વાસ્થ્યને ધ્યાને લઈને આવી ગંભીર ભૂલ ન કરવાની તાકીદ કરી છે.તથા શહેરમાં જ્યાં ત્યાં પડેલા કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની ચેતવણી આપી છે.જોકે મોરબીમાં કચરા નિકાલ મામલે બેદરકારી દાખવામાં તંત્ર હરહંમેશ આગળ રહે છે.હવે જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાન આમળ્યો છે ત્યારે તંત્ર ખરેખર સુધરશે ? કે હમ નહિ સુધરેગેની વોહી રફતાર ચાલતી રહેશે તે જોવાનું રહ્યું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text