મોરબી : પૂર્વ ધારાસભ્ય અમૃતિયાની સક્રિયતાના કારણે ભરતનગરથી બેલા ગામનો રોડ થયો મંજુર

નેશનલ હાઇવે પરના ટ્રાફિકને હળવો કરવા આ રોડ મહત્વનો ભાગ ભજવશે

મોરબી : મોરબી જેતપર રોડ તથા નેશનલ હાઈવે પરના ખુબજ વધારે ટ્રાફિકને હળવો કરવા આ બંને રોડને જોડતા રસ્તાઓ બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રયત્નશીલ છે. એમ.એમ.જી.એસ.વાય.યોજના અંતર્ગત ભરતનગર-બેલા ગામને જોડતો રોડ મંજુર થયેલ રૂ. ૫.૨૫ કરોડનાં આ કામના જોબ નંબરમાં ફેરફાર કરી રૂ. ૭.૩૭ કરોડનો નવો જોબ નંબર મંજુર કરવામાં આવ્યો છે.તથા આ રોડની પહોળાઈ ૫.૫૦ મીટરની જગ્યાએ ૭.૦૦ મીટર પહોળાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બે મહત્વના ગામોને જોડતા નોન પ્લાન રસ્તાને ડામર રોડ બનાવવાના ગુજરાત સરકારના ક્રાંતિકારી નિર્ણય અંતર્ગત અભૂતપૂર્વ રીતે રૂ. ૫.૨૫ કરોડનાં ખર્ચે બનનાર આ રોડ કાંતિભાઈ અમૃતિયાએ ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ હતો. આટલી રકમમાં નાના નાના 10 જેટલા અન્ય કામો મંજુર કરાવી શકાય તેમ હોવા છતાં કાંતિભાઈએ આ રોડ મંજુર કરવાનો આગ્રહ સેવેલ.

આ રોડ પરના ઔદ્યોગીકરણ તથા ટ્રાફિક ડેટાને ધ્યાનમાં લેતા મંજુર થયેલી ડિઝાઇન કોઈ રીતે ચાલી શકે તેમ ન હોઈ આ રોડને મજબુતાઈ આપવી તથા પહોળાઈ વધારવી અત્યંત જરૂરી હતી અને આ અંગે રજુઆત કરવામાં આવતા સ્થાનિક કચેરીથી આ અંગેની દરખાસ્ત મોકલવામાં આવેલ. કાંતિભાઈ અમૃતિયાએ સઘન ફોલોઅપ લેતા આ એક્સેસ કામ મંજુર કરવામાં આવેલ છે. આ રોડ પર ૮ જેટલા માઇનોર બ્રિજ, સ્લેબ ડ્રેઇન તથા એચ.પી.ડી.આવશે. ૭ મીટર પહોળાઈના આ રસ્તાને ૫ સે.મી. ટ્રીટમેન્ટ આપી ડામરનું લેયર અગાઉ જે માત્ર ૩ ઇંચ હતું તે ૬ ઇંચનું લેયર થશે. અને આ રોડ પરથી પસાર થતા ભારે વાહનોનો બોજ સહન કરી શકશે.

મંજુર થયેલ આ કામ ત્વરિત શરૂ કરવામાં આવશે અને આ રોડ બની જતાં આ વિસ્તારનો ટ્રાફિક હળવો થશે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની સુવિધામાં વધારો થશે. આમ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું સક્રિયતાનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે.