વાંકાનેરમાં ગતરાત્રે એક સાથે ચાર ઘરમાં ચોરીના બનાવ બન્યા

વાંકાનેર : વાંકાનેર આશિયાના સોસાયટીની બાજુમાં આવેલ પરવેજ પાર્કમાં ગત રાત્રે બે વાગ્યે ચાર ઘરમાં ચોર ખાબક્યા હતા.

મળતી માહિતી મુજબ પરવેજ પાર્કમાં ગતરાત્રે ચાર ઘરમાં ચોર ખાબક્યા હતા અને જે હાથમાં આવ્યું તે લઇને રફુચક્કર થઈ ગયા હતા. જેમાંથી યુસુફભાઈ લતીફભાઈ મેમણના ઘરમાંથી 11500ની કિંમતનો મોબાઇલ અને પાંચ હજાર રૂપિયા રોકડા ગયા છે. જ્યારે અશરફભાઈ જલાલભાઈ સેરસીયાના ઘરે થી ૨૪ હજારની કિંમતના ત્રણ મોબાઇલ ચોરાયા છે. આ ઉપરાંત બીજી અન્ય બે-ત્રણ વ્યક્તિને ત્યાં પણ મોબાઇલ અને થોડી ઘણી રોકડની ચોરી થયાના સમાચાર મળી રહ્યા છે ઉપરોક્ત બંને ભાઈઓએ શહેર પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વધુ માહિતી એવી છે ગરમીના કારણે મકાનનો દરવાજો ખુલ્લો હોય અને તેઓ બેઠા હતા એ સમય દરમ્યાન યુસુફભાઈ બાથરૂમ ગયા એટલિજ વારમાં ચોર આવીને મોબાઈલ અને રોકડ ચોરી કરી ગયા હતા. જ્યારે અન્ય મકાનમાં ફળીયાનો ઝાંપો બંધ હોય અને ગરમીના કારણે મકાનનો મેઈન દરવાજો ખુલ્લો હતો તેમનો લાભ લઈને ચોર હાથ ફેરો કરી ગયા છે.

વાંકાનેર પંથકમાં છેલ્લા થોડા સમયથી ચોરીના અવારનવાર બનાવો બનતા હોવાથી પોલીસે નાઈટ પેટ્રોલીંગ વધુ કડક કરવાની જરૂરિયાત હોવાનું ફલિત થઈ રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne