હળવદ પાલીકાએ સરકારી જમીન પર દુકાનો ખડકી દીધી!!

નગરપાલીકા સદસ્ય કરેલી આરટીઆઈમાં થયો ઘટસ્ફોટ : મામલતદારને પંચરોજકામ અને દબાણો દુર કરવા કરાઈ રજુઆત

હળવદ : સામાન્ય રીતે માથાભારે ભુમાફિયા અથવા તો ઘરબાર વગરના લોકો જે કામ કરે તેવું કૃત્ય હળવદમાં કાયદાના રખેવાડ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નાગરીકોને નિયમ મુજબ બાંધકામ કરવાની મંજુરી આપે તેવી હળવદ નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર રીતે એક-બે નહીં પરંતુ ર૦૦ દુકાનો વગર મંજુરીએ સરકારી જમીનમાં ચણી નાખી હોવાની ચોંકાવનારી વિગતો પાલીકા સદસ્યએ કરેલી આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે. જેથી પાલીકા સદસ્ય દ્વારા હળવદ મામલતદારને રજુઆત કરી પંચરોજકામ કરવામાં આવે અને ગેરકાયદેસર રીતે ખડકાયેલી દુકાનો દુર કરવામાં આવે તેવી માંગ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી હળવદના સરકારી ગેસ્ટ હાઉસ એટલે કે સરકીટ હાઉસ રોડ ઉપર તદ્‌ન ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ કરવાનું શરૂ કર્યું હતું અને હાલ કોમ્પ્લેક્ષનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી શટર મારી દેવામાં આવ્યા છે. આ દબાણની શહેરભરમાં એકાએક ચર્ચાઓ ઉઠી હતી પરંતુ લોકો મુંગા મોઢે તમાશો જાતા રહ્યા અને સરકારી જમીનમાં વગર બાંધકામ મંજુરીએ કોમ્પ્લેક્ષ ચણી દેવાયો.

હળવદ પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલ દ્વારા આ મામલે આરટીઆઈ કરતા ચોંકાવનારી વિગતો બહાર પામી હતી. જેમાં સરકારી જમીન પર પાલીકા દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કર્યું તે જમીન સરકારી ખરાબાની છે. વધુમાં નગરપાલીકા દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું તેમાં લાખો રૂપિયાની કિંમતમાં દુકાનો વેચી દેવા કારસો ઘડી કાઢયો હતો. જાકે નિયમ મુજબ સામાન્ય નાગરીકો પાસે બાંધકામ પરવાનગી અને કંપલીશન સર્ટિફિકેટનો આગ્રહ રાખતી નગરપાલીકાએ એક તો સરકારી જમીનમાં પેશકદમી કરી ઉપર જતા લોકોને કોઈપણ જાતની મંજુરી મેળવ્યા વગરનું બાંધકામ પણ ઠોકી બેસાડયું છે.

વધુમાં પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલે માહિતી અધિકારના કાયદા હેઠળ આ ગેરકાયદેસર કામ સામે સવાલ ઉઠાવી આ બાંધકામ અંગે મંજુરી મેળવી છે કે કેમ ? તે સહિતના અણિયારા સવાલ ઉઠાવતા પાલીકા ચીફ ઓફિસરે જવાબ આપ્યો છે કે, ત્રણ રસ્તા પાસે શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ છે જે જમીનની માલિકી પાલીકા કચેરીની નથી. જે માલિકી સરકારશ્રી છે. જેનો સર્વે નં.ર૬પ૧/ પૈકી છે. જેથી પાલીકા સદસ્યએ આ સર્વે નંબર પર ર૦૦થી વધુ પાકી દુકાનોનો કોમ્પ્લેક્ષ બંધાયેલ છે જે જગ્યા કિંમતી અને મોકાની હોય જેથી તેનું અરજદારની હાજરીમાં પંચરોજકામ કરવામાં આવે અને જગ્યા પરથી દબાણ દુર કરવામાં આવે તેવી લેખિતમાં રજુઆત કરાઈ છે.

કોમ્પ્લેક્ષ પાલીકાનું છે જમીનની મંજુરી મંગાઈ છે : ચીફ ઓફિસર

આ અંગે હળવદ પાલીકા ચીફ ઓફિસર સાગર રાડીયાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, જે સર્વે નંબર પર દુકાનો બાંધવામાં આવી છે જે પાલીકા દ્વારા બાંધવામાં આવી છે. તે જમીનની મંજુરી રાજય સરકારમાં માંગવામાં આવી છે તેમ ઉમેર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne