મોરબીના નાની વાવડી ગામે સવારની એસટી બસનો સમય વહેલો કરવાની માંગ

- text


ગામના સરપંચ અને વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને કરી રજુઆત : સમજુબા વિદ્યાલય પાસે સ્ટોપ આપવાની પણ માંગણી

મોરબી : મોરબીના નાની વાવડી ગામે એસ.ટી. બસ સવારે મોડી આવતી હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચી શકતા નથી. આથી ગામના સરપંચ અને વિદ્યાર્થીઓએ એસ.ટી. ડેપો મેનેજરને રજુઆત કરીને બસનો સમય વહેલી સવારનો કરવા અને ગામની સમજુબા વિધાલય પાસે બસનો સ્ટોપ આપવાની માંગ કરી છે.

- text

મોરબીના નાની વાવડી ગામના સરપંચ જયંતીભાઈ પડસુબિયા અને કે.ડી.પડસુબિયા તથા વિદ્યાર્થીઓએ એસ.ટી.ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીથી નાની વાવડી ગામની એસ.ટી બસ દરરોજ સવારે 7-30 વાગ્યે તેમના ગામમાં આવે છે. જોકે સ્કૂલે જવાનો સમય સવારના સાત વાગ્યાનો છે. પણ બસ સવારે સાડા સાત વાગ્યે આવતી હોવાથી મોરબી સ્કૂલે પહોંચવામાં ઘણો વિલંબ થાય છે અને સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ઠપકો આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ સ્કૂલે ટાઈમસર પહોંચી શકે તે માટે બસનો સમય વહેલી સવારના 6-45નો કરવા અને વિદ્યાર્થીઓ અગવડતા ન પડે તે માટે નાની વાવડી ગામની સમજુબા વિધાલય પાસે બસ સ્ટોપ આપવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text