મોરબીમાં આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા આજ રોજ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં દાતાઓએ રક્તદાન કર્યું હતું.આ સમયે જિલ્લા પ્રમુખ ભરતભાઈ બારોટ, મોરબી શહેર પ્રમુખ પરેશ પારીઆ, મોરબી શહેર યુવા પ્રમુખ મયુર બાવરવા, મોરબી તાલુકા પ્રમુખ રાજેશ હરણિયા, મોરબી શહેર લીગલ સેલ પ્રમુખ રઈસ માધવાણી, સહિત રાકેશ સાગઠિયા, ધવલ ત્રિવેદી, ચિરાગ મકવાણા એ રક્તદાન કરેલ. આ સમયે માળીયા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી શહેર ઉપપ્રમુખ જયેશ મનીપરા, આપ પ્રવકતા ગોકલભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne