વાંકાનેર નજીક કારખાનામા મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા એક કારખાનામાં મશીનમાં આવી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક સરતાન પર રોડ પર ઢુંવા ચોકડી પાસે રવિ માઇક્રોએલએલટી કારખાનામા મહંમદ આલમગીર હુસેન ઉ.વ. 19 રહે.મૂળ બિહાર કામ કરી રહ્યો હતો. તે વેળાએ મશીનમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.