વાંકાનેરમા અલ્ટો કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં બે શખ્સોને અલ્ટો કારમાંથી રૂ. 10 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે પોલીસે પકડી પાડી તેમની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસે નેશનલ હાઇવે ઉપર બ્રિજ નીચેથી મનસુખભાઇ ગોવિંદભાઇ સાપરા ઉ.બ. 37 અને વિનુભાઈ છનાભાઈ ધોરિયા ઉ.વ. 35ને જીજે 03 સીએ 6307 નંબરની અલ્ટો કારમાંથી દેશી દારૂની 100 કોથળી કીમત રૂ. 10 હજાર મળી કુલ રૂ. 1.60 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text