મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


ધરતીને હરિયાળી બનાવવા માટે સીરામીક ઉદ્યોગકારોનો સરાહનીય પ્રયાસ

મોરબી : મોરબીના સરતાનપર રોડ પર બ્લુ લેક સીરામીક અને સેનફોર્ડ સીરામીકના ઉદ્યોગપતિઓ દ્વારા આજ રોજ સવારથી અત્યાર સુધી 200 જેટલા વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના સરતાનપર રોડ પર આજે બ્લુ લેક સીરામીકના ચંદ્રેશભાઇ અને સેનફોર્ડ સીરામીકના વિજયભાઈએ સવારથી અત્યાર સુધીમાં 200 જેટલા વૃક્ષો વાવ્યા હતા. હાલના સમયમાં ગ્લોબલ વૉર્મિંગ એ સૌથી મોટી સમસ્યા છે. પૂરી દુનિયા આજે ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદુષણ નામના રાક્ષસો સામે લડી રહી છે. ચારે બાજુ વસ્તીવધારાને લીધે કોંક્રિટના જંગલો સ્થપાઈ રહ્યા છે. ત્યારે સીરામીક નગરી ગણાતા મોરબીના સીરામીકના જ ઉદ્યોગકારો ચંદ્રેશભાઇ અને વિજયભાઈએ સરતાનપર રોડ પર સવારથી લઈને અત્યાર સુધીમાં 350 વૃક્ષોના લક્ષ્યાંક સામે 200 જેટલા વૃક્ષોનું આરોપણ કર્યું હતું, જે ખુબ સરાહનીય કાર્ય છે. તેઓએ મોરબીની ધરતીને હરિયાળી બનાવવા માટે આ કાર્ય હાથ ધર્યું હતું અને છોડવાઓને પશુઓથી બચાવવા માટે લોખંડની જાળી પણ મુકવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text