મોરબીમાં સમાજ સુરક્ષા ટીમે બાળલગ્ન અટકાવ્યા

- text


મોરબી : મોરબી શહેરમાં એક પરિવારે કાનૂની મર્યાદાથી ઓછી ઉંમર ધરાવતા દીકરાના લગ્ન નિર્ધારિત કર્યા હતા. ત્યારે સમાજ સુરક્ષાની ટીમે આ બાળલગ્ન અટકાવીને વાલીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મોરબી શહેરમાં એક લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી સમાજ સુરક્ષા કચેરી ખાતે ફરિયાદ મળેલ હતી.જે ફરિયાદનાં આધારે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરાની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હતી. જે બાળ લગ્ન હોય તેથી મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ. પીપલીયા પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, સમીરભાઈ લધડ સમાજ સુરક્ષા ટીમ તથા બી ડિવિઝન પોલીસને સાથે રાખી વાલીને બાળલગ્ન અંગેના કાયદાની સમજ આપી લગ્ન સ્થળ પર અટકાવવામાં આવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text